Sunday, August 10, 2025
HomeGujaratટંકારા GRD જવાનો દ્વારા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી જીવ...

ટંકારા GRD જવાનો દ્વારા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી જીવ બચાવ્યો

ટંકારા: ગત રોજ ટંકારા GRDના જવાનોએ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. મેધપરથી ટંકારા ખાતે નોકરીએ જતાં ઘોડા પીરની ધારથી ખીજડીયા ગામ તરફ રસ્તા માં એક અલ્ટ્રો કાર અને બળદ વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

- Advertisement -
- Advertisement -

આ ઘટનાની જાણ થતાં જ ટંકારા GRDના જવાનોએ તેમના ઇન્ચાર્જ જી.એ. પરમારને ટેલિફોનિક જાણ કરી. ઇન્ચાર્જના માર્ગદર્શન હેઠળ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ કાર્ય ઝાલા શક્તિસિંહ ઇન્દ્રજીતસિંહ, જાડેજા બીજરાજસિંહ જયપાલસિંહ અને ઝાલા ભગીરથસિંહ પ્રતાપસિંહે તાત્કાલિક ઘાયલ વ્યક્તિને પ્રાથમિક સારવાર અપાવતા આ ઝડપી અને સમયસરની કાર્યવાહીને કારણે ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવાઈ. GRD જવાનોની આ ત્વરિત કાર્યવાહી અને માનવતાની ભાવનાને સ્થાનિક લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!