મોરબીની આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં માલનું ઉત્પાદન કરવામાં આવે છે તેની સામે માંગ નહિવત હોવાથી આ ઉદ્યોગને ટકાવી રાખવા મુશ્કેલ બન્યા છે, ત્યારે આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ સંસદભવન-દિલ્હી ખાતે મનસુખભાઈ માંડવિયાને સિરામિકના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.
મોરબી સિરામિક દ્વારા વાર્ષિક ૨૦ હજાર કરોડથી વધુનો માલ એક્સપોર્ટ કરવાં આવે છે. જેમાં બાયર દ્વારા પેમેન્ટ ખોટા થાય છે. આ ફસાયેલા પેમેન્ટ બાબતે મંત્રી મનસુખભાઈ માંડવિયાને રુબરુ મલીને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ રજુઆત કરી હતી. જેમાં મંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવી ભારત સરકાર દ્વારા થતી તમામ મદદ કરવા ખાતરી આપી હતી. જેમાં અધિકારીઓ સાથે વાતચિત કરી આગળની કાર્યવાહી કરવા જેતે વિભાગમાં સુચના આપી હતી. ઉપરાંત કસ્ટમ વિભાગના પ્રશ્નો તથા એક્સાઇઝના જુનો પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટરમાં બોરવેલ બાબતે આવેલી નોટીસ બાબતે રજુઆત કરી હતી. મનસુખભાઈ માંડવિયાને રજુઆત કરી ત્યારે હાજર રહેલા મહાનુભાવો મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા અને રાજેશભાઇ ચુડાસમાએ સંબંધિત પ્રશ્નો બાબતમાં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. આગામી સમયમાં સંબંધિત મંત્રાલયમાં ફોલોઅપ લઇને પ્રશ્નોના નિરાકરણ માટે ફરી વખત એસોસિએશનને બોલાવશે. મોટા ભાગના પ્રશ્નોનુ નિરાકરણ આવી જશે તેવી હૈયાધારણા આપી છે.