હળવદ તાલુકાના સમલી ગામે આવેલા ચામુડા માતાજીના મંદિરની દાનપેટી તોડી તેમાંથી થયેલી ચોરીનો ભેદ હળવદ પોલીસે ઉકેલી લીધો છે. આરોપીને રોકડ રૂ.૧,૦૦,૪૭૩/- સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હળવદ તાલુકાના સમલી ગામે આવેલા ચામુડા માતાજીના મઢની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, વિરપર ગામ તા.વાંકાનેરના રહેવાસી રાજુ રામજીભાઈ ડાભીને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં આરોપીએ દાનપેટીમાંથી રોકડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ સાથે પોલીસે આરોપીના કબજામાંથી ચોરી કરેલ રોકડા રૂ.૧,૦૦,૪૭૩/- જપ્ત કરી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.