મોરબી જીલ્લા પોલીસ દ્વારા જુગાર અંગે અલગ અલગ કુલ સાત સ્થળોએ રેઇડ કરવામાં આવી હતી, જે રેઇડ દરમિયાન મોરબી શહેર તેમજ વાંકાનેર ટાઉન તેમજ ગ્રામ્ય અને હળવદ ટાઉનમાંથી કુલ ૨૬ જુગારીઓને તીનપત્તિનો જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા, રેઇડ દરમિયાન એક આરોપી ભાગી છૂટ્યો હતો.
પ્રથમ જુગારના દરોડામાં મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં ગંજીપત્તાના પણ વડે જુગાર રમતા ૬ જુગારી ૫,૬૦૦/-રોકડ સાથે ઝડપાયા હતા. જ્યારે બીજા દરોડામાં શહેરના સામાકાંઠે ઉમિયાનગર ઢાળ ઉપર શેરીમાં જુગાર રમી રહેલા ૩ ઇસમોને રૂ. ૪,૬૬૦/- રોકડ સાથે ઝડપી લેવાયા હતા. ત્રીજા દરોડામાં ત્રાજપર ખારી રામકુવા નજીક જાહેરમાં જુગરનો તીનપત્તિનો પાટલો માંડી બેઠેલ ૩ શખ્સોને રૂ.૨,૩૫૦/-સાથે બી ડિવિઝન પોલીસે પકડી લીધા હતા. જ્યારે વાંકાનેર શહેરમાં જીનપરા શેરી નં. ૨ માં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ૩ વ્યક્તિને રૂ. ૧,૨૫૦ સાથે અટક કરી હતી. આ દિવ્ય વકનેટ ટાઉન વિસ્તારમાં નવાપરા શેરી નં.૧ માં જુગારની બાઝી માંડી બેઠેલ કુલ ૩ પૈકી ૨ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એક નાસી જવામાં સફળ થયો હતો, ત્યારે વાંકાનેર પોલીસે સ્થળ ઉપરથી આરોપી પાસે રોકડા રૂ.૩,૧૧૦/- કબ્જે લીધા હતા. વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાડવામાં આવેલ રેઇડ અંગે મળતી વિગતો અનુસાર, તાલુકાના માટેલ ગામે પેટ્રોલિંગ દરમિયાન તીનપત્તિનો જુગાર રમતા ૪ વ્યક્તિ રોકડા રૂ.૧૦,૫૩૦/-સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત હળવદ શહેરમાં પંચમુખી ઢોળા નજીક પોલીસે રેઇડ કરી જુગારની મજા માણતાં ૫ જુગારીને રૂ.૧૧,૫૦૦/-ની રોકડ રકમ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા ઉપરોક્ત જુગારના સાત દરોડામાં પકડાયેલ ૨૬ અને એક નાસી ગયેલ સહિત કુલ ૨૭ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.