અમેરિકાના ન્યુજર્સીમાં આવેલ પારસીપેની ટાઉનમાં 79માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પારસીપેનીનાં મેયર તથા અમેરિકન ઇન્ડિયન એસોસિએશનના પ્રેસિડેન્ટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં પારસીપેની શહેરમાં ભારતનાં 79માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં પારસીપેનીનાં મેયર જેમ્સ બારબરીયા તથા અમેરિકન ઇન્ડિયન એસોસિએશનના પ્રેસિડેન્ટ પટેલ તથા જીગર શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જેમાં પર્વમાં અતિથિ વિશેષમાં રજની પટેલ, ઇન્ડિયન અમેરિકન એસોસિએશનના ચેરમેન સંજીવ પંડીયા, સેજલ મહેતા, ગુણવંત આરદેશણા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજ્ઞા ભારણીયા તેમજ એસ.એસ.એસ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભારતભરનાં રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે ફરકાવવામાં આવ્યો હતો. પારસીપેનીમાં ભારતીય મંદિર સનાતન ઠવપયાધામ, વ્રજધામ, BAPS, સોખડા ટેમ્પલ, RSS HSS વગેરે દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.