મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી શહેર, વાંકાનેર સીટી અને ટંકારામાં જુદા-જુદા સાત દરોડા પાડી ચાર મહિલા સહિત ૩૩ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કુલ રૂ.૧,૦૯,૫૧૦ની રોકડ રકમ અને જુગારનો સામાન કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા જુગાર પ્રવૃત્તિઓ રોકવા માટે હાથ ધરાયેલી ખાસ કામગીરી હેઠળ જીલ્લામાં એક જ દિવસે સાત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાઓ મોરબી શહેર, વાંકાનેર સીટી અને ટંકારા તાલુકાના વિસ્તારોમાં પાડી ચાર મહિલા સહિત કુલ ૩૩ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડાની વિગત મુજબ,
ત્રાજપર ગામ, શંકરવાળી શેરી: સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા ચાર મહિલા સહિત ૬ જુગારીઓને રૂ. ૧૧,૭૦૦ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા, બીજા દરોડામાં ધ ફર્ન હોટલ પાસે, જનકપુરી સોસાયટી ચોક: ૮ જુગારીઓને રૂ. ૧૨,૫૦૦ સાથે પકડી પાડ્યા હતા, જુગારના ત્રીજા દરોડામાં વીસીપર મેઈન રોડ, ચાર ગોડાઉન પાસે: જાહેરમાં તીનપત્તિ રમતા ૩ જુગારીઓની રૂ. ૪,૨૪૦ સાથે અટકાયત. જ્યારે ત્રાજપર ગામ, ભરવાડ સમાજ વાડી નજીક: જાહેરમાં જુગાર રમતા ૨ બાઝીગરને રૂ. ૨,૧૧૦ સાથે પકડાયા હતા. આ સિવાય વાંકાનેર, મચ્છુ નદી કાંઠે દેવીપૂજક વાસમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ૯ જુગારીઓ રૂ. ૭૦,૫૦૦ સાથે ઝડપાયા હતા. જ્યારે વાંકાનેર, નવાપરા ખડીપરામાં ૩ જુગારીઓ રૂ. ૨,૩૬૦ સાથે પકડાયા હતા. આ ઉપરાંત ટંકારામાં, ખીજડીયા ચોકડી નજીક બાવળની કાંટમાં તીનપત્તિ રમતા ૨ જુગારીઓની રૂ. ૪,૧૦૦ સાથે અટકાયત કરવામાં આવી હતી.
કુલ મળીને સાત દરોડામાં કુલ રૂ. ૧,૦૯,૫૧૦ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી અને પકડાયેલા ૩૩ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.