મોરબી જિલ્લા પોલીસે અલગ અલગ જગ્યાએ કરેલ આઠ દરોડામાં જુગાર રમતા ૨૯ લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે ૬ જેટલા ઇસમો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં
મોરબી કંડલા બાયપાસ શ્રીજી પાર્ક મહાદેવ હાઇટસ બ્લોકનં.૩૦૨ ફ્લેટમા જુગાર રમતા કુલદીપભાઇ ઉર્ફે લાલો કેશવજીભાઇ ઘોડાસરા,હિરેનભાઇ જગદીશભાઇ વિસોડીયા તેમજ બે મહિલા સહિત ચાર ને રૂપિયા 17100 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં મોરબીના વાવડી રોડ ધરમનગર શેરીનં.૨ જાહેરમા જુગાર રમતા ભરતભાઇ કરશનભાઇ પરમાર,કારૂભાઇ ખોડાભાઇ મોરી,નરેશભાઇ ધીરજલાલ નકુમ,
દેવજીભાઇ કાનજીભાઇ ચૌહાણને રૂપિયા 10,100 સાથે જુગાર રમતા ઝડપી લેવાયા છે.
ત્રીજા દરોડામાં માળીયા મિયાણાના સુલતાનપુર ગામની સીમમા આવેલ સરકારી શાળાની પાછળ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હાર્દીકભાઇ બળદેવભાઇ સનુરા,વિષ્ણુભાઇ જસાભાઇ ગડેશીયા,અશ્વીનભાઇ હરખજીભાઇ દેગામાને રૂપિયા 31900 સાથે ઝડપી લેવાયા છે જ્યારે ભરતભાઇ વિઠલભાઇ સીતાપરા, સુનીલભાઇ લાભુભાઇ દેગામા,રાજેશભાઇ ચંદુભાઇ દેગામા,વિનોદભાઇ ચંદુભાઇ દેગામા,લાલજીભાઇ બાબુભાઇ,જગદીશભાઇ હરેશભાઇ સનુરા સ્થળ પરથી નાસી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ચોથા દરોડામાં વાકાનેર ભાટીયા સોસાયટી પાછળ આવેલ સ્મશાન ની બાજુમા ખુલા પટમા જુગાર રમતા જીતેંદ્રસિંહ ધરમેંદ્રસિંહ ઝાલા, વિવેકભાઈ સંજયભાઈ ધામેચાને રૂપિયા 6290 સાથે જુગાર રમતા ઝડપી લેવાયા છે.
પાંચમાં દરોડામાં હળવદ ભવાની નગર ઢોરામાં ત્રણ માળીયામાં બ્લોક નં.૨૪ નીચે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા કાંતીલાલ ઉર્ફે કમલેશ ચતુરભાઇ સોનાગ્રા,વિપુલભાઇ વાલજીભાઇ રાઠોડ,મેહુલભાઇ દિનેશભાઇ સીતાપરાને રૂપિયા 21600 સાથે ઝડપી લેવાયા છે.
છઠ્ઠા દરોડામાં મોરબી ૦૨ની લાભનગરની બાજુની શેરીમાં રસ્તા પર જાહેરમાં જુગાર રમતા ખોડાભાઈ ભરતભાઈ કગથરા,દિલીપભાઈ ખેંગારભાઈ પાટડીયા,રાજેશભાઈ ઉગાભાઈ સાલાણીને રૂપિયા 2280 સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
સાતમા દરોડામાં મોરબી તાલુકાના મકનસર ગામે ચોકમાં શેરીમાં જાહેરમાં સ્ટ્ટીટ લાઇટના અજવાળે જુગાર રમતા શૈલેષભાઇ ધીરુભાઇ દેગામા,શની જગદિશભાઇ સુરેલા,પ્રવિણભાઇ ગાંડુભાઇ અબાસાણી,બડાભાઇ સવજીભાઇ ઝીંજુવાડીયા,વિક્રમભાઇ લાલજીભાઇ દારોદરાને રૂપિયા 11500 સાથે ઝડપી લેવાયા છે.
આઠમાં દરોડામાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે બાપા સિતારામ મઢુલી વાળી સામેની શેરીમા જુગાર રમતા રવિભાઇ ઘોઘાભાઇ નૈયા,વિજયભાઇ માધાભાઇ સિતાપરા,અજયભાઇ જસુભાઇ મકવાણા,મુન્નાભાઇ ગીરીશભાઇ સોલંકી,જયેશભાઇ જસુભાઇ મકવાણાને રૂપિયા 12500 સાથે જ ઝડપી લેવાયા છે.