મોરબી એસ.ઓ.જી. ટીમે ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપ્યો છે.
જેની માહિતી મુજબ, એસઓજી ટિમે બાતમીના આધારે વી.સી. હાઇસ્કૂલ પાછળ, કબ્રસ્તાન નજીકની બજરંગ વ્યાયમ શાળા તરફની ગલીમાંથી ૨૧ વર્ષીય ઇરફાન ઉર્ફે લતીફ રહીમભાઇ સુમરા (રહે. ફુલછાબ સોસાયટી, મોરબી)ને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન તેની પાસે લાયસન્સ કે પરવાનગી વગરની દેશી હાથ બનાવટની રીવોલ્વર જેની કિંમત કિંમત રૂપિયા 5,000 સાથે મળી આવી હતી.જેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલા હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરીને આરોપીએ ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું.આ અંગે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો છે. કાર્યવાહી હાથ ધરાઈ છે.