મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીને આધારે ચાચાપર ગામના મારપાટી માર્ગ પર આવેલ કપાસના વાવેતર કરેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો.
જેમાં તપાસ દરમિયાન મહાવીરસિંહ બાલુભા પરમાર (ઉંમર 50, રહે. ચાચાપર, ધંધો – ખેતી) પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કંપની સીલપેક 750 મી.લી.ની કાચની બોટલ કુલ 60 નંગ રાખેલી મળી આવી. આ દારૂની કુલ કિંમત આશરે ₹68,400/- થાય છે. આરોપી આ દારૂ વેંચાણના હેતુથી સંગ્રહ કરી રાખ્યો હોવાનું ખુલ્યું હતું.જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.