ટંકારામાં સાર્જન્ટ પોલીપેક કારખાનામાં કામ દરમિયાન 19 વર્ષીય યુવકનું આકસ્મિક મોત થયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ, પ્રિન્સકુમાર લાલબહાદુર રાજભર (મૂળ રહેવાસી – કસારા ગામ, ઇન્દ્રા મુઉ, ઉત્તર પ્રદેશ) કારખાનાની ઓરડીમાં કામ કરી રહ્યો હતો.ત્યારે તા. 10/08/2025ના રોજ સાંજે કોઈપણ સમયે કામ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક પડધરી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો.ત્યારે આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.