હળવદ તાલુકાના માથક ગામની સીમમાં ૪૭ વર્ષીય વ્યક્તિ દ્વારા ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો બનાવ બન્યો છે.મળતી માહિતી મુજબ, નવલભાઇ સોમાભાઇ વણપરા (રહે. યોગીનગર, મોરબી-૨) છેલ્લા લગભગ 15 વર્ષથી મગજની બિમારીની દવા લેતા હતા, પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં તેઓ માનસિક તણાવમાં હતા.જેને કારણે તા. 05/08/2025ના રોજ તેઓ માથક ગામની સીમ હડકાઇ માતાજીના મંદિર નજીક ગયા હતા, જ્યાં તેમણે ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. ઝેરની અસરથી તેમનું મોત થયું છે આ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.