Thursday, August 14, 2025
HomeGujaratહળવદ તાલુકામાં ભાજપ-કોંગ્રેસમાં મોટા ભંગાણ:મોટી સંખ્યામાં અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

હળવદ તાલુકામાં ભાજપ-કોંગ્રેસમાં મોટા ભંગાણ:મોટી સંખ્યામાં અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગઈકાલે તા.11/08/2025 ના રોજ હળવદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ ખેડૂત મહાસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસમાં મોટા ભંગાણ સર્જાયો છે. અને મોટી સંખ્યામાં આગેવાનો પોતાના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે/

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકામાં ગઈકાલે તા.11/08/2025 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાનગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, ધાંગધ્રા વિધાનસભા સહ-પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા, તેમજ મોરબી જિલ્લા ટીમ અને હળવદ આમ આદમી પાર્ટી ટીમ ઉપસ્થિત રહી હતી. આ મહાસભામાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો હતો. અને વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હળવદ તાલુકા પ્રમુખ ડૉ. કે.એમ. રાણા, મોરબી જિલ્લા કોંગ્રેસના કે.ડી. બાવરવા, તેમજ ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓએ પોતાની જૂની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો ખેશ ધારણ કર્યો છે.

ખેડૂત મહાસભામાં આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની જનતા હવે ભાજપની ખેડૂતો વિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરફ વળી રહી છે. આમ આદમી પાર્ટી એ સાફ રાજકારણ, જનકલ્યાણ અને ખેડૂતોના હક્ક માટે લડવા મેદાનમાં ઊતરી છે. મહાસભામાં હળવદ તાલુકાના ખેડૂતોના પાણી, વીજળી, પાકના વળતર અને બજારની યોગ્ય કિંમત જેવા ગંભીર પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. તેમજ ખેડૂતો સાથે થતા અન્યાય સામે રાજ્યવ્યાપી લડત લડવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. આમ આદમી પાર્ટી હવે ગુજરાતના લોકોનો એકમાત્ર સાચો વિકલ્પ છે. જૂની પાર્ટીઓના ખોખલા વચનોને બદલે સાફ રાજકારણ અને વિકાસનો માર્ગ છે. તેમ આપ ના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!