માળીયા મી.ના નવા હજિયાસર ગામે આજે તા.12/08/2025 ના રોજ અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેનો 194 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો.
માળીયા (મી.) વેણાસર આંગણવાડી ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, મલેરીયાની તપાસ, બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 194 જેટલા અગરીયા ભાઈ-બહેનોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડર્મેટોલોજિસ્ટ વગેરે ડોકટરોની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. નિમેષ રંગપરિયા, એમ.પી.એચ.ડબલ્યુ કમલેશ નિમાવત, કિશનભાઈ તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હનન મન્સુરી, ફી.હે.વ. હિનાબેન તેમજ આંગણ વાડી વર્કર સોનલબેન, આશા રયમાબેન અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.