Wednesday, August 13, 2025
HomeGujaratવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ-મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ૧૪...

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ-મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ૧૪ ઓગસ્ટના રોજ મશાલ રેલીનું આયોજન

૧૪ ઓગસ્ટના ૧૯૪૭ના રોજ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું હતું. તે દિવસની યાદમાં આ દિવસે અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આગામી તા.૧૪ ઓગસ્ટના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ-મોરબી દ્વારા મસાલ સાથે ભવ્ય બાઈક રેલીનું યયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ-મોરબી દ્વારા આગામી તા.૧૪/૦૮/૨૦૨૫ ને ગુરુવારના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મસાલ સાથે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બાઈક રેલીમાં સર્વે મોરબીવાસીઓને બાઈક લઈ પધારવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ-મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રેલી રાત્રે ૯ વાગ્યે મહારાણા પ્રતાપ જી. સર્કલ, મોરબી-૨થી શરુ થઈ બાદમાં મોરબીનાં રાજમાર્ગો પર ફરી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાં, નવા બસસ્ટેન્ડ, મોરબી ખાતે પૂર્ણ થશે. તો આ ભવ્ય મસાલ (બાઈક) રેલીમાં સર્વે હિન્દુ સમાજનાં બંધુઓએ સમયસર હાજર રહેવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ-મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!