મોરબીમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક કારખાનેદારે પોતે ચૂકવેલ કરોડો રૂપિયા ભાગીદારોએ પરત આપવાને બદલે ધમકી આપી હતી. તેમજ કારખાનેદારની પ્રેમિકાએ અન્ય શખ્સ સાથે મળી 70 લાખ પડાવી લેતા કારખાનેદારે અંતિમ પગલું ભર્યું છે.તેમજ મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
મોરબીમાં રહેતા કારખાનેદાર અશોકભાઈ પાડલિયા મોરબીમાં ગ્લેર સીરામીક નામનું કારખાનું ધરાવતા હતા. જેમાં અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઇ દેત્રોજા તથા મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા તેમના ભાગીદાર હતા. ત્યારે અશોકભાઈ પાડલિયાના ભાગીદારોએ અશોકભાઈની જાણ બહાર માલ બારોબાર વેચી નાખ્યો હતો.જયારે અશોકભાઈને ચારેય ભાગીદારોએ ધંધામાં ખોટ ગઈ હોવાનું કહી કારખાનું બંધ કરી દીધું હતું અને ખોટ ના ૪.૩૭ કરોડ અશોકભાઈ એ ભર્યા હતા જે રૂપિયામાં ભાગીદારોએ પોતાના ભાગે પડતી ખોટ ના રૂપિયા પરત અશોકભાઈને આપી દેશે તેવો વાયદો કર્યો હતો બાદમાં જ્યારે અશોકભાઈ એ પોતાના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા ત્યારે ચારેય ભાગીદારોએ ભાગે પડતી આપવાને બદલે હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી.તેમજ આ દરમિયાન અશોકને અમદાવાદમાં રહેતી મનિષાબેન કિરણભાઇ ગોહીલ સાથે પ્રેમ થયો હતો. અને તેનો બધો ખર્ચો પણ અશોક જ ઉપાડતા હતા.ત્યારે અશોક પાસેથી મનિષાએ એન કેન પ્રકારે અર્ચિત મહેતા નામના વ્યક્તિ સાથે મળી 70 લાખ પડાવી લીધા હતા.ત્યારે આ તમામ બાબતોથી કંટાળી અશોકે એક સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.ત્યારે આ સમગ્ર મામલે અશોકના બનેવી પ્રકાશભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાગીદારો અમિત ચારોલા, ભાવેશ વિડજા, બિપિન દેત્રોજા, મનોજ સાણંદિયા તથા અમદાવાદની મહિલા મનીષા ગોહિલ અને તેના પ્રેમી અર્ચિત મહેતા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.