મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ એ.જે.મીનરલ્સ કારખાના પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં શનાળા રોડ લાયન્સનગર શેરી નં-૦૩ ખાતે રહેતા વિજયભાઇ ચંદુભાઇ ચૌધરીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. ૦૭/૦૮/૨૦૨૫ ના રાત્રીના સમયે તેમનો ભાઈ ખોડીદાસભાઇ ચંદુભાઇ ચૌધરી મોટરસાઇકલ લઇ મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ એ.જે.મીનરલ્સ કારખાના પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે GJ-36-X-3131 નંબરનાં ટ્રક ચાલકે મોટરસાઇકલને પાછળથી હડફેટે લેતા ખોડીદાસભાઇને માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોચાડતા તેનું મોત નીપજ્યું હતું.