મોરબીમાં અકસ્માતે મોતની વધુ એલ ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કુવામાં પડી જતા એક યુવતીનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મૂળ છોટાઉદેપુરની અને હાલ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં કઝારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી સપનાબેન મનહરભાઈ નાયકા ગત તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કુવામાં અકસ્માતે પડી જતા તેનો પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે સ્થાનિકોએ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓની મદદથી યુવતીના મૃતદેહને બહાર કાઢી અકાળે મોતની નોંધ કરી છે.