વાંકનેરમાં મચ્છુ નદીના કાઠે આવેલ ખોડીયાર ખાડામાંથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈકાલે તા. ૧૨/૦૮/૨૦૨૫ ના રોજ બપોરના સમયે સ્થાનિકોએ નદીના કાઠે તરતી હાલતમાં એક મૃતદેહ જોતા તેઓએ વાંકાનેર સીટી પોલીસને આ અંગે જાણ કરતા વાંકાનેર સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આ અજાણ્યો શખ્સની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ આ શખ્સનું કોઇ અગમ્ય કારણોસર નદીના વેણમા ડુબી જવાથી મોત નીપજ્યું હોવાનું તારણ જણાઈ આવતા વાંકાનેર સીટી પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.