Thursday, August 14, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસે કરેલ અલગ અલગ ૧૨ દરોડામાં ૬૫ જુગારીઓ ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસે કરેલ અલગ અલગ ૧૨ દરોડામાં ૬૫ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ઈસમોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે જુગાર રમતા ઈસમો પર લાલ આંખ કરી અલગ-અલગ ૧૨ સ્થળોએ દરોડા પાડી એક મહિલા સહીત કુલ ૬૫ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા બાતમીના આધારે લીલાપર રોડ નુતનકારખાનાની ઓરડી સામે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા સંજયભાઇ વીનોદભાઇ ચાવઠા, નરેન્દ્રભાઇ કીશોરભાઇ સોલંકી, દીપકભાઇ પાલાભાઇ ચાવડા, દીલીપભાઇ ભુપતભાઇ મકવાણા, વીશાલભાઇ ભુપતભાઇ મકવાણા, કરણભાઇ ભીમજીભાઇ સોલંકી તથા જગદીશભાઇ કલાભાઇ ખરા નામના શખ્સોને પકડી પાડી રૂ.૩૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા રવાપર ધુનડા ભુમીભકિત સોસાયટી માં રેઈડ કરી વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા, નવનીતભાઇ કેશવજીભાઇ દેથરીયા, પ્રવીણભાઇ ત્રીભોવનભાઇ જીવાણી તથા અલ્પેશભાઇ ગીરીશભાઇ કડીવાર નામના શખ્સોને જુગાર રમતા પકડી પડી કુલ રોકડ રૂ.૪,૭૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસ દ્વારા બીલાલી મસ્જીદ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા મુકેશભાઇ માવજીભાઇ જોગડીયા, ઉમરફારૂકભાઇ હારૂનભાઇ માણેક, અકબરભાઇ કાસમભાઇ કટીયા, નિજામભાઇ સલીમભાઇ મોવર, રફીકભાઇ હાસમભાઇ કાશમાણી, અસ્લમભાઇ કરીમભાઇ માણેક, આસીફભાઇ હાજીભાઇ જીંગીયા તથા શાહરૂખભાઇ ફીરોજભાઇ પઠાણ નામના શખ્સોને રોકડા રૂ.૩૫,૨૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

ચોથા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે જુના નાગડાવાસ ગામે સ્કુલ ખરાબાની ખુલ્લી જગ્યામાં રેઈડ કરી જુસબભાઇ બાબુભાઇ સુમરા, મુકેશભાઇ મનુભાઇ રાઠોડ, સુંદરજીભાઇ ગજુભાઇ સાતોલા, સુંદરામભાઇ લક્ષમણભાઇ સાતોલા, સંદીપભાઇ ચંદુભાઇ ઉપસરીયા, પરશોતમભાઇ દેશાભાઇ રાઠોડ, વનરાજભાઇ રામજીભાઇ થરેશા, રણજીતભાઇ ગજુભાઇ સાંતોલા તથા રમેશભાઇ મહીપતરામ નીમાવત નામના શખ્સોને રોકડા રૂ.૩,૦૯,૪૭૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચમા દરોડામાં, મોરબી તાલુકા પોલીસ દ્વારા બંધુનગર ગામ પાસે આવેલ ઇટાલીકા સીરામીક પાસે રેઈડ કરી નીલેષભાઇ ઘનશ્યામભાઇ મેમકીયા, મહેન્દ્રસિંહ દીલુભા જાડેજા, મનીષભાઇ શ્રીબુધ્ધસાગર શુકલા, મનોહરભાઇ રૂષભભાઇ આહીર તથા સંદીપભાઇ રામશંકરભાઇ કુમાર નામના શખ્સોને રોકડા રૂ. ૧૪,૮૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છઠ્ઠા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે રમેશ વરવાભાઇ કાંટોડીયા, રણછોડ રાઘવભાઇ કાટોડીયા, ગડા ગીધાભાઇ અબાણીયા, નવઘણ જીવાભાઇ કાંટોડીયા, કેવલ દીપાભાઇ કાંટોડીયા તથા વીશાલ સેલાભાઇ કાંટોડીયા નામના શખ્સોને લીંબાળા ગામમા ખુલ્લા પટમાથી જુહાર રમતા પકડી પાડી રોકડા રૂ.૫૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સાતમા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસ દ્વારા વેલનાથપરા શેરીમાં વાદીડા હનુમાન મંદિર પાસે ખુલ્લા પટ્ટમા બાતમીનાં આધારે રેઈડ કરી મનોજભાઇ જગદિશભાઇ સંખેશરીયા તથા એક મહિલાને તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

આંઠમાં દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કોટડા નાયાણી ગામે દેવીપુજક વાસ અક્ષર દુકાન વાળી શેરીમા રેઈડ કરી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા સમભાઇ આહમદભાઇ ઠેબા, ફીરોજભાઇ અલારખાભાઇ ઠેબા તથા બસીરભાઇ ઉર્ફે સબીરભાઇ કાસમભાઇ પલેજા નામના શખ્સોને રોકડા રૂ.૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકોડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવમા દરોડામાં ટંકારા પોલીસ દ્વારા ટંકારા ગામની સીમ બારનાલાથી ભરડીયા તરફ જતા કાચા રસ્તે આવેલ કાસમભાઇ અબ્દુલભાઇ ભાણુના ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં રેઈડ કરી જુગાર રમતા કાસમભાઇ અબ્દુલભાઇ ભાણુ, કિશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા, કાદરમિયા જીવામિયા સૈયદ તથા દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ નામના શખ્સોને રોકડ રૂ.૪૦,૫૦૦/- તથા ૦૪ મોબાઇલના રૂ. ૧૫,૫૦૦/- તથા ૦૨ એકટીવા વાહનના રૂ. ૫૦,૦૦૦/- તથા ૦૨ મોટર સાયકલના રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દસમા દરોડામાં, હળવદ પોલીસ દ્વારા જીતગઢ ગામે રામાપીરના મંદિર નજીક રેઈડ કરી ખુલ્લી જગ્યામાં રેઈડ કરતા જાહેરમાં જુગાર રમતા અનીલભાઇ રતીલાલભાઇ શેરસીયા, દિનેશભાઇ દેવશીભાઇ પાટડીયા, રમેશભાઇ કરશનભાઇ મારૂ તથા ભીખુભા હાલુભા ઝાલા નામના શખ્સોને રોકડા રૂા.૪૦૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગિયારમા દરોડામાં, હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે ગૌરી દરવાજા વિસ્તારમાં આવેલ ઘનશ્યામભાઇ નાનજીભાઇ પરમારના રહેણાંક મકાને રેઈડ કરી જુગાર રમતા ઘનશ્યામભાઇ નાનજીભાઇ પરમાર, ભરતભાઇ મનજીભાઇ તારબુંદીયા, દિનેશભાઇ કરશનભાઇ પરમાર, વિપુલભાઇ રણછોડભાઇ રાઠોડ, પિયુષભાઇ દનાભાઇ રાઠોડ તથા ગૌતમભાઇ ગણેશભાઇ ચૌહાણને પકડી પાડી રોકડ રૂ.૭૩,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

બારમા દરોડામાં, હળવદ પોલીસ દ્વારા જુના રાયસંગપુર ગામે હનુમાન પરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના નીચે રેઈડ કરતા અજયભાઇ ઉર્ફે કાનાભાઇ રમેશભાઇ જેતપરા, મહેશભાઇ સુરેશભાઇ કુનતિયા, સુરેશભાઇ ચતુરભાઇ ગેડાણી, રવિભાઇ મનસુખભાઇ ગેડાણી, વિજયભાઇ શામજીભાઇ ગેડાણી, દિનેશભાઇ ઘોઘાભાઇ પોરડીયા તથા મેહુલભાઇ ધીરૂભાઇ ડાભી નામના શખ્સોને જુગાર રમતા રૂા.૧૧૦૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!