Thursday, August 14, 2025
HomeGujaratવિવિધ સંરક્ષણદળોમાં જોડાવવા માટેના તાલીમ વર્ગ માટે ૧૪ ઓગસ્ટે વાંકાનેર ખાતે પ્રીસ્ક્રુટીની...

વિવિધ સંરક્ષણદળોમાં જોડાવવા માટેના તાલીમ વર્ગ માટે ૧૪ ઓગસ્ટે વાંકાનેર ખાતે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે

વિવિધ સંરક્ષણદળોમાં જોડાવવા માટેના તાલીમ વર્ગ માટે ૧૪ ઓગસ્ટે વાંકાનેર ખાતે સવારે ૮ કલાકે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે. સંરક્ષણદળોની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો માટે ૨૧ ઓગસ્ટથી એક માસ રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથે તાલીમ વર્ગ યોજાશે.

- Advertisement -
- Advertisement -

માહિતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણદળો-આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ ફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે એક માસ માટેના રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૨૧/૦૮/૨૦૨૫ની આસપાસથી શ્રી વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પૂર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!