મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આજ રોજ બાતમીના આધારે મોરબીમાં સી.એન.જી. રિક્ષામાં ભરી લઇ જવાતા બે પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.તેમજ ત્રણ ઇસમોને પોલીસે હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આજે તા.13/8/2025 ને બુધવારના રોજ સવારના સમયે મોરબીનાં ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી એક સી.એન.જી. રીક્ષામાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને મોરબી લઈ જવામાં આવી રહ્યા છે. જે હકીકત માહિતી મળતા મોરબી ગૌરક્ષકો વોચમાં બેઠા હતા. ત્યારે માળીયા તરફથી બાતમી અનુસાર GJ36W0655 નંબરની સી.એન.જી. રીક્ષા નીકળતા તેને મોરબી નજીક રોકીને તેમાં ચેક કરતા બે પશુ ક્રૂરતા પૂર્વક હલી-ચલી ના શકે એવી રીતે બાંધેલા મળી આવ્યા હતા.જે અંગે રિક્ષામાં સવાર ત્રણ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, માળીયા બાજુથી આ પશુઓને ભરવામાં આવ્યા છે અને મોરબી કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે.ત્યારે ગૌરક્ષકો દ્વારા ગાડી અને ત્રણ ઇસમોને પોલીસને સોંપી 2 પશુઓને મોરબી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.