Thursday, August 14, 2025
HomeGujaratમુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ૩૧ ઑગસ્ટ સુધી બાકી રકમ જમા કરાવવા મનપાએ...

મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ૩૧ ઑગસ્ટ સુધી બાકી રકમ જમા કરાવવા મનપાએ અનુરોધ કર્યો.

મોરબી લીલાપર રોડ ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત બનેલા ૪૦૦ આવાસોના ડ્રો ૩૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ યોજાયા હતા. સફળ થયેલા, જે અંતર્ગત રૂ. ૫૧ હજારનો સંપૂર્ણ ફાળો રકમ અથવા પાર્ટ પેમેન્ટ જમા ન કરનાર લાભાર્થીઓને ૩૧ ઑગસ્ટ ૨૦૨૫ સુધી મોરબી મહાનગરપાલિકા આવાસ વિભાગમાં બાકી રકમ જમા કરાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. સમયસર ચુકવણી કરીને આવાસનો કબજો સંભાળવાની વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી: સરકારશ્રીની મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ મોરબીના લીલાપર ગામના સર્વે નંબર ૧૧૧૬ની જમીન પર કુલ ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભાર્થીઓ નક્કી કરવા માટે ૩૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો યોજાયો હતો, જેમાં ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવી હતી. ડ્રોમાં સફળ થયેલા કેટલાક લાભાર્થીઓએ આવાસની રકમ રૂ. ૫૧,૦૦૦/- હજુ સુધી સંપૂર્ણ જમા કરાવી નથી અથવા માત્ર પાર્ટ પેમેન્ટ જમા કરાવ્યું છે. તેથી, આ બધા લાભાર્થીઓને ૩૧ ઑગસ્ટ ૨૦૨૫સુધીમાં પોતાની બાકી રકમ અથવા હપ્તા દ્વારા ચુકવણી કરવા મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવે છે. ચુકવણી બાદ તેમને તેમના આવાસનો કબજો આપવામાં આવશે. લાભાર્થીઓના નામોની યાદી ચકાસવા માટે મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરી શકાય છે. તેમ મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી એન્જીનીયર(આવાસ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!