Thursday, August 14, 2025
HomeGujaratમોરબી: લીલાપર ચોકડી નજીક બોલેરોની હડફેટે મોટર સાયકલ સવાર નાનાભાઈની નજર સમક્ષ...

મોરબી: લીલાપર ચોકડી નજીક બોલેરોની હડફેટે મોટર સાયકલ સવાર નાનાભાઈની નજર સમક્ષ મોટાભાઈનું મૃત્યુ.

મોરબીના લીલાપર ચોકડીથી આગળ કેનાલ રોડ ઉપર પાછળથી આવતી બોલેરો ગાડીની ઠોકરે બાઇક સવાર બે સગા ભાઈઓને અકસ્માત નડ્યો હતો, જેમાં બોલેરોએ બાઇકને હેન્ડલને થોકર મારતા, બંને ભાઈઓ રોડ ઉપર પટકાતા, મોટર સાયકલ ચાલક ભાઈને સામાન્ય ઇજાઓ જ્યારે પાછળ બેઠેલ ભાઈ ઉપર બોલેરો ગાડીનું વ્હીલ ફરી વળતા સ્થળ ઉપર જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ગઈ તા.૧૨/૦૮ના રોજ શકત શનાળા રહેતા હિતેશભાઈ ભાણજીભાઈ સોલંકી અને તેમના નાનાભાઈ સુરેશભાઈ રફાળિયાથી તેમના ઘરે પરત જી રહ્યા હોય તે દરમીયાન આરોપીએ પોતાના હવાલા વાળી બોલેરો ગાડીનાં નંબર જીજે-10-ટીવાય-0915 વાળી પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના મોટર સાઇકલરજી નં જીજે-36-એઇ-9415 ના હેન્ડલ સાથે ભટકાડી રોડ ઉપર ૫છાડી દેતા ફરીયાદી હિતેશભાઇને સામાન્ય ઇજા કરી તેમજ ફરીયાદીના નાનભાઈ સુરેશને બોલેરો ગાડીનુ ડ્રાઇવર સાઇડનુ ટાયર તેના શરીર ઉપર ફરી જતા જમણા હાથે તથા માંથાના ભાગે શરીરે ગંભીર ઇજા પહોચતા સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ મામલે હિતેશભાઈએ એ ડિવિઝન પોલીસ સમક્ષ લખાવેલ ફરિયાદને આધારે પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!