Friday, August 15, 2025
HomeGujaratમોરબી-૨: કંડલા નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રક ટ્રેલરની હડફેટે મોત.

મોરબી-૨: કંડલા નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું ટ્રક ટ્રેલરની હડફેટે મોત.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કંડલા નેશનલ હાઇવે ફર્ન હોટલ સામે રોડ ક્રોસ કરી રહેલ મૂળ રાજસ્થાનના વૃદ્ધને ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી હડફેટે લેતા, ઇજાગ્રસ્ત વૃદ્ધને મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ટ્રેલરનો ચાલક નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના પંચપહાર તાલુકાના જાલાવાડ જીલ્લાના વતની હાલ રહે. મધ્યપ્રદેશ એકતાનગર ઇટાવા વોર્ડ નં.૭ વાસીમભાઈ રફીકભાઈ મોહમદ શેખ ઉવ.૩૨એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ટાટા ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૩૮૨૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૩/૦૮ના રોજ ઉપરોક્ત ટાટા ટ્રક ટ્રેઈલરના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી કંડલા નેશનલ હાઇવે ઉપર ફરીયાદીના પિતા રફીકભાઈ ઉવ.૬૬ જેઓ રસ્તો ક્રોશ કરતા હોય તેને હડફેટે લઈ અકસ્માત સર્જતા, ફરીયાદીના પિતાને શરીરે ગંભીર ઈજા પહોચતા તેમનું ચાલુ સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!