મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવા વિનંતી કરી છે. ટેક્સ ચુકવણી મહાનગરપાલિકા મુખ્ય કાર્યાલય તથા ૧૧ કલસ્ટર ઓફિસમાં સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૦૦ સુધી ભરી શકાશે, તેમજ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન ચુકવણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને જાહેર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનો પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરી દે. હાલ ટેક્સ સ્વીકારવાની સુવિધા મહાનગરપાલિકા મુખ્ય કાર્યાલય ઉપરાંત કુલ ૧૧ કલસ્ટર ઓફિસોમાં ઉપલબ્ધ છે, જ્યાં સવારે ૧૦.૩૦થી બપોરે ૧૨.૦૦ કલાક સુધી ટેક્સ સ્વીકારવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકાએ ઓનલાઈન ચુકવણીની વ્યવસ્થા પણ શરૂ કરી છે. મહાનગરપાલિકાની વેબસાઇટ https://mmcgujarat.in/ પરથી અથવા Play Store પર જઈ Morbi Municipal Corporation નામે મોરબી મહાનગરપાલિકાનો લોગો ધરાવતી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશનમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં જઈ મિલકત નંબર દાખલ કરી ઓનલાઈન ચુકવણી સરળતાથી કરી શકાશે.
મહાનગરપાલિકાના ટેક્સ શાખા અધ્યક્ષે જણાવ્યું કે આ સુવિધાઓનો હેતુ નાગરિકોને ઝડપી, સુવ્યવસ્થિત અને સરળ સેવાઓ પ્રદાન કરવાનો છે. તેથી તમામ નાગરિકોને સમયસર ટેક્સ ભરવા અનુરોધ કરવામાં આવે છે