ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી ટ્રક કે અન્ય ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મોરબી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ટંકારા તાલુકામાં આવેલ લતીપર સાવડી રોડ પર આજી નદી પર આવેલ મેજરબ્રિજ પર હાલ મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી, મીતાણા, ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલ થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડીથી મોરબી અને કચ્છ જઈ શકશે. જ્યારે કચ્છથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી આમરણ ધ્રોલ થઈને જઈ શકશે તથા મોરબી થી મીતાણા, પડધરી થઈને ધ્રોલ, જામનગર જઈ શકશે.
જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે