૧૪ ઓગસ્ટના ૧૯૪૭ના રોજ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું હતું. તે દિવસની યાદમાં ગઈકાલે મોરબી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ-મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાયો હતો. જેમાં તેઓ દ્વારા ભવ્ય મસાલ (બાઈક) રેલી કાઢવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ–મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભવ્ય મસાલ (બાઈક) રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તથા હિન્દુ સમાજનાં બંધુઓ ઉપસ્થિત રહ્યાં હતી અને વંદે માતરમ્, ભારત અખંડ હો તથા ભારત હિન્દુ રાષ્ટ્ર હો તેવા નારા સાથે મહારાણા પ્રતાપ પ્રતિમા, મોરબી-૨ થી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાં, નવા બસસ્ટેન્ડ સુધી રેલી કાઢવામાં આવી અને સામાજિક સમરસતાના ભાગરૂપે પ્રસ્થાન સ્થળે અને પૂર્ણ સ્થળે સેવા વસ્તીના ભાઈઓ દ્વારા ભારત માતાનું પૂજન કરી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.