મોરબી તાલુકાના બેલા ગામે સીરામીક ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં ૩૭ વર્ષીય યુવકનું મોત થયું હતું. મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના બેલા ગામે લેન્જટ સીરામીક સી.એન.જી પંપની સામે રહેતા ૩૭ વર્ષીય રાજુભાઈ જગરૂપભાઈને તા.૧૬ ઓગસ્ટના રોજ સાંજે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવતા, ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી અ.મોતની નોંધ કરી છે.