મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ૩૫ વર્ષીય ખેત શ્રમિકે ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું હતું. ત્યારે મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વળી વિસ્તારમાં રાજેશભાઈની વાડીમાં રહેતા ૩૫ વર્ષીય અમીરચંદ સીતારામ ડાવર નામના ખેત શ્રમિકે ગઈકાલ તા. ૧૬ ઓગસ્ટના રોજ રાત્રે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.