મોરબી-કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટેલ સામે ૪૯ વર્ષીય પરપ્રાંતિય આધેડે મોટા વાહન નીચે પડતું મુકતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે માળીયા(મી)પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.
માળીયા(મી) ઓનેસ્ટ હોટલ નજીક મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર ગઈકાલ તા.૧૬ ઓગસ્ટના રોજ એક દુર્ઘટના બની હતી. જેમાં ઉજ્જેન શ્રીકૃષ્ણ કોલોની અંકપાત માર્ગ (એમ.પી)ના વતની કમલ ભોગીરામ પરમાર ઉવ.૪૯એ પોતાની જાતે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતા, વાહનનો પાછળનો ભાગ માથા સાથે અથડાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ મૃતદેહને માળીયા(મી) સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.