મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, રવાપર સરદાર પટેલ સોસાયટીમાં જાહેરમાં અમુક ઈસમો ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા હોય, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા, જ્યાં રૂપિયાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમી રહેલા દિપકભાઈ બાલકદાસ રામાનુજ, પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા, અમીતભાઈ તેજાભાઈ જારીયા, જયદીપભાઈ મહેન્દ્રભાઈ લો તથા નંદલાલભાઈ લક્ષ્મણભાઈ રૈયાણી બધા રહે. મોરબી વાળાને પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૩,૨૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.