વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં સમાધાનની વાતચીત માટે ભેગા થયેલા શખ્સો ઉપર અન્ય ચાર જેટલા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતી, આ હુમલામાં ચાર જેટલા વ્યક્તિઓને છરી વડે ઇજાઓ પહોંચી હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા સોહિલભાઈ મહેબૂબભાઈ કટીયા ઉવ.૨૦ એ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ આરોપી રમેશભાઈ રબારી, સાગર રમેશભાઈ રબારી, બંસી રમેશભાઈ રબારી તથા પીન્ટુ ઉર્ફે ઠુંઠો કોળી રહે.બધા વાંકાનેર વાળા ફરિયાદ નોંધાવી કે, મુજબ તે એવી રીતે કે આ કામના ફરીયાદી સોહિલભાઈ તથા તેમના કાકા રહીમભાઇ અને અન્ય લોકો અગાઉ અહેમદભાઇ તથા રૂતુરાજસિંહ દરબાર વચ્ચે ઝગડૉ થયેલ હોય તે બાબતે સમાધાન કરવા ગત તા.૧૭/૦૮ના રોજ રાત્રીના વીસીપરા સ્મશાન પાસે ભેગા થયેલ હોય અને તેમના વચ્ચે રહીમભાઈએ સમાધાન કરાવ્યું હોય, આ દરમ્યાન ઉપરોક્ત ચારેય આરોપીઓ ત્યાં આવી કહેવા લાગેલ કે ‘કેમ અહીયા ભેગા થયેલ છો’ તે બાબતે ફરીયાદી સોહિલભાઈ, રહીમભાઈ, રૂતુરાજસિંહ તથા સાગર ઉર્ફે હડો એમ તમામને ગાળો બોલી, તેમની સાથે ઝપાઝપી કરી આરોપીઓએ છરીના આડેધડ ઘા મારી, ફરીયાદી સોહિલ તથા ઇજા પામનારનાઓને પેટ તથા ડાબા હાથની કોણી પાસે અને આખ પાસે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.