હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસે નર્મદા કેનાલમાં એક અજાણ્યા આશરે ૨૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હળવદ પોલીસે અ.મોતની એન્ટ્રી કરી મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.
હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની માહિતી મુજબ તા.૧૮/૦૮ ના રોજ કેદારીયા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉમર આશરે ૨૫ વર્ષ જણાય છે, હાલ મૃતકનું નામ, પિતાનું નામ અને
ચોક્કસ સરનામું જાણવા મળ્યું નથી. કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ યુવકના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.