Tuesday, August 19, 2025
HomeGujaratમોરબીનાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીનાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીનાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા કેજીથી કોલેજ સુધીના ૨૬૦ વિધાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહને પારીવારીક સ્નેહમિલનનું આયોજન તાજેતરમાં શ્રી દશાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કે.જી થી કોલેજ સુધીના કુલ ૨૬૦ વિધાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. સાથે સમાજના કાર્યમાં કાયમી સહયોગ આપતા દાતાઓ તેમજ ગોસ્વામી સમાજના ગૌરવ એવા મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી તેમજ ગોસ્વામી સમાચારના તંત્રી પત્રકાર વિશાલભારતી (ભાવનગર) સહિતના સન્માન કરાયા હતા. તેમજ અખિલ ગુજરાત દશનામ ગોસ્વામી સેવા સમાજ રાજકોટ દ્વારા સોમગીરી પી ગોસ્વામી હસ્તે ગોસ્વામી સમાચાર (ભાવનગર) ને પથદર્શક એવોર્ડ તંત્રી વિશાલ ભારતીને આપ્યો હતો. સતત ચાર વર્ષથી વિધાર્થી સન્માન સમારોહની સફળ કામગીરી કરતા મોરબી દશનામ ગોસ્વામી મંડળ ટ્રસ્ટને બિરદાવીને ડૉ મનિષગીરી રાજકોટ, સોમગીરી રાજકોટ, મુકેશગીરી ડેરી વડાળા, વિશાલભારતી ભાવનગર એ યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું. આ તકે ડો મનીષપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આપણે મંદિર, મઢની પૂજા કરવીએ આપણો ધર્મ છે.

પણ સાથે તમારા બાળકોને ભણાવવામાં પૂરતું ધ્યાન આપો અને વધુને વધુ શિક્ષિત બનાવો જેથી તે બાળક ઉચ્ચકક્ષાએ ભણી આગળ વધશે. પરિવારને સમાજનું ગૌરવ વધશે. તેમજ યુવક મંડળ દ્વારા સમાજના વિકાસના હિત માટે દરેક કામ કરે એ હેતુ મંડળમાં પ્રમુખની વરણી દર બે વર્ષે કરવામાં આવે છે. જે કામગીરીને બિરદાવી હતી. આ સમારોહમાં મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો સંતો મહંતોને બહોળી સંખ્યામાં વાલીઓ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ બળવંતગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજશગીરી, ટ્રસ્ટી દેવેન્દ્રગીરી, હાર્દિકગીરી, પ્રકાશગીરી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!