હળવદ તાલુકાના ઈંગરોળા ગામે વોકળાના કાંઠે અમુક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન ઉપરોક્ત સ્થળે ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા જીગ્નેશભાઈ દેવજીભાઈ કાવર ઉવ.૪૬, પ્રવિણકુમાર ઘોઘજીભાઇ કાવર ઉવ.૩૬, વિનોદભાઇ બચુભાઈ બારણીયા નાડીયા ઉવ.૩૫, ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા ઉવ.૩૪, લાલજીભાઈ જેરામભાઇ બજાણીયા ઉવ.૫૫, આશારામભાઈ ઘોઘાભાઈ જોગયાણી ઉવ.૫૬ બધાય રહે. ઈંગરોળા ગામ તા.હળવદ વાળાને રોકડા રૂ.૨૧,૩૦૦/-સાથે પોલીસે રંગેહાથ ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.