મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલ બાતમીને આધારે તાલુકાના કેરાળા(હરીપર) ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧.૨૦ લાખથી વધુની રકમ કબ્જે કરી હતી. રેઇડ દરમિયાન મુખ્ય આરોપી હાજર મળી નહીં આવતા કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડમા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં હકીકત મળેલ કે, અતુલભાઇ રતિલાલભાઇ વસીયાણી રહે.કેરાળા (હરીપર) તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકીકત આધારે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાને રેઇડ કરતા જ્યાં જુગાર રમતા નિલેષભાઈ નરભેરામભાઇ વિરપરીયા રહે. કેરાળા (હરીપર) તા.જી.મોરબી, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા રહે.ભરતનગર તા.જી.મોરબી તથા જગદીશભાઇ જીવરાજભાઈ ભાલોડીયા રહે. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ વિશાલ ફર્નિયર પાછળ મોરબી વાળાને રોકડ રૂ.૧,૨૦,૫૦૦/- સહિતના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા, જ્યારે મુખ્ય આરોપી અતુલભાઇ રતિલાલભાઇ વસીયાણી રહે કેરાળા(હરીપર) તા.જી.મોરબી વાળો રેઇડ દરમિયાન ઘર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી એલસીબી ટીમે તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.