માળીયા(મી) તાલુકાના દેવગઢ ગામે અમાસના મેળામાં ગેર કાયદેસર રીતે ગંજીપત્તાના પાના વડે અંદર-બહારનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૨૦,૯૦૦/- સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ હતા.
માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, દેવગઢ ગામે મેળાના મેદાનમાં અમુક ઈસમો ગેરકાયદેસર જુગાર રમતા હોય જેથી તુરંત તે સ્થળે રેઇડ કરવામાં આવી હતી, જ્યાં ગંજીપત્તાના પાના અને જુગાર રમવાની ચક્રી વડે અંદર-બહારનો જુગાર રમતા 1. ગોપાલભાઈ વલમજીભાઇ જીવાણી (ઉંમર 35, રહે. પટેલનગર કુશ એપાર્ટમેન્ટ, બ્લોક નં-104, મોરબી, 2. હનીફભાઈ તાજમામદભાઇ ભટી (ઉંમર 37, રહે. વાડા વિસ્તાર, માળીયા (મીં), જી. મોરબી, 3. હિતેશભાઈ મહેશભાઈ ઠાકોર (ઉંમર 28, રહે. માંડલ, તા. માંડલ, જી. અમદાવાદ ગ્રામ્ય, 4. લીલાધરભાઈ બેચારભાઇ સંતોકી (ઉંમર 55, રહે. રાજનગર, પંચાસર રોડ, મોરબી વાળાને રોકડા રૂ. ૨૦,૮૭૦ તથા જુગાર રમવાની ચક્રી કિ.રૂ.૩૦ સહિત ૨૦,૯૦૦/-ના મુદાનલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.