મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાલેર ઉવ.૫૦ એ તા. ૨૧/૦૮ ના રોજ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ પરિવારજનોએ તેમને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ હાલત ગંભીર બનતાં વધુ સારવાર દરમ્યાન તા. ૨૩/૦૮ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતનો નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.