મોરબી જીલ્લાના ટંકારા, મોરબી સીટી એ-ડિવિઝન, મોરબી સીટી બી-ડિવિઝન તથા હળવદ પોલીસ દ્વારા જુદા જુદા ચાર વિસ્તારોમાં દરોડા પાડી કુલ ૧૫ જુગારીઓને રોકડ રૂ. ૩૪,૨૦૦/- સહિતના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં જુગારની બદી નાબૂદ કરવા માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમોએ જુદા જુદા સ્થળોએ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા લોકોને ઝડપી લીધા હતા.
પ્રથમ જુગાર અંગેના દરોડામાં ટંકારા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા
ઘુનડા (સજનપર) ગામે ચોરા વાળી શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૪ આરોપી મેહુલભાઈ સીતાપરા ઉવ.૨૫, કિશોરભાઈ પાટડીયા ઉવ ૨૯, વિરમભાઈ મકવાણા ઉવ.૫૪ અને સેમીનાબેન બગથરીયા ઉવ ૩૨ પકડાયા હતા. સ્થળ પરથી ગંજીપતાના પત્તા અને રૂ. ૨૪,૫૦૦/- રોકડ મળી કુલ રૂ. ૨૪,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દરોડામાં મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમે
મોરબી-૨ ઇન્દીરાનગરમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૩ આરોપી દેવરાજભાઈ સનુરા ઉવ.૩૨, રમેશભાઈ વરાણીયા ઉવ.૫૦, મહેશભાઈ વરાણીયા ઉવ ૩૬ ઝડપાયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬,૮૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબી શહેર પોલીસ દ્વારા શાકમાર્કેટ ચોક ખાતે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો પ્રકાશભાઈ સાવરીયા ઉવ.૩૦ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વરલીફીચર્સના આંકડાઓ લખેલ ચિઠ્ઠીઓ તથા રૂ. ૩૫૦/- રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત જુગારના ચોથા દરોડામાં હળવદ તાલુકાના
નવા ઇશનપુર ખાતે કેનાલ તરફના કાચા રસ્તે ગંજીપતાના પત્તા વડે તીનપતીનો જુગાર રમતા ૩ આરોપી કેશાભાઈ વરાણિયા ઉવ.૫૭, કાંતિભાઈ પરમાર ઉવ.૪૦ તથા પરેશભાઈ મકવાણા ઉવ.૧૯ને રંગેહાથ ઝડપી લેવાયા હતા. હળવદ પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ. ૨,૦૫૦/- કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.