મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી, મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવીજી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આવતીકાલે તા.24 ઓગસ્ટને રવિવારના રોજ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર રોડ, મોરબી ખાતે યોજાશે. જેનો લાભ લેવા મંદિર દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
આવતીકાલે તા.24/08/2025ને રવિવારના રોજ મોરબી જીલ્લાના બેલા ભરતનગરમાં સ્થિત ખોખરા હનુમાન હરિહરધામ ખાતે નિઃ શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી દેવીજી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબી, માળિયાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો જોડાય તે માટે નવા બસ સ્ટેશનથી ખોખર હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયતથી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે ૭-૩૦, ૮-૩૦ અને ૯-૩૦ કલાકે એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી, માળિયા હાઈવે ઉપર આવેલ તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે હરિહર ધામ ખોખરા હનુમાન મંદિર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે .