મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૂરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે, ત્યારે આજ રોજ મોરબીના DHYANSH LAMINETS દ્વારા મોરબીની બહાદુરગઢ શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા હતા.
મોરબીની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને “DHYANSH LAMINETS”(બહાદુરગઢ) દ્વારા કિશનભાઇ બાવરવાનાં વરદ હસ્તે સ્કૂલ યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારે શાળા તરફથી પ્રિન્સિપાલ પ્રદિપભાઈ કુવાડીયા દ્વારા દાતાઓને ઋણ સ્વીકાર રૂપે પુસ્તક તેમજ આભારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સુંદર મજાનો યુનિફોર્મ મળતાં ખુશખુશાલ થઈ ગયા અને એમના ચહેરા પર ચમક અને ભણવામાં રોનક આવી ગઈ હતી.