હળવદ એ છોટાકાશી તરીકે વિશ્વ વિખ્યાત છે ત્યારે હળવદ માં ભવ્યાતિભવ્ય રીતે “હળવદ કા રાજા” સાર્વજનિક ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે હળવદ માં સૌ પ્રથમ વખત 12 ફૂટ ની શ્રીજી મહારાજ ( ગણપતિ દાદા) ની દિવ્ય મૂર્તિ મુંબઈ થી હળવદ પધરામણી થવા જઈ રહી છે.
સાથે ભવ્ય મંડપ પંડાલ માં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો ની થીમ સાથે દાદા નું સ્થાપન કરવામાં આવશે આ કાર્યક્રમ માં દરરોજ રાત્રે ભગવાન ની સમૂહ આરતી કરવામાં આવશે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવશે તો આ કાર્યક્રમ માં પધારવા હળવદ તથા આસપાસ ના વિસ્તાર ના તમામ સમાજ ના ધર્મપ્રેમી નાગરિકો પધારવા આયોજકો તરફથી ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.