Monday, August 25, 2025
HomeGujaratટંકારા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ચીલઝડપના ગુનામાં ગયેલ રૂપિયા પરત આપ્યા

ટંકારા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ચીલઝડપના ગુનામાં ગયેલ રૂપિયા પરત આપ્યા

ટંકારા તાલુકાના ધુનડા ગામ પાસે ૨૦૨૨માં બનેલા ચીલઝડપના ગુનામાં ગયેલ રોકડ રૂપિયા રૂ.૧,૪૧,૦૦૦/- ટંકારા પોલીસે ઝડપી તપાસ કરી ત્રણ આરોપીઓને પકડી મુદામાલ કબ્જે કર્યો હતો. કોર્ટના હુકમ અનુસાર ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના હસ્તે ફરીયાદીને રોકડ રકમ પરત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની પ્રજા કલ્યાણકારી કાર્યવાહી અંગેની સૂચના હેઠળ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાના સુપરવિઝન હેઠળ કામ કરવામાં આવ્યું હતું. ફરીયાદી સંદીપભાઈ હરીભાઈ ડાભી રહે. વિદ્યુતનગર મોરબી મૂળરહે. બોડકી તા.માળીયા(મી)એ તા.૧૦ મે ૨૦૨૨ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, ધુનડા ગામની સીમમાં બપોરે તેઓ સ્કૂલ બેગમાં રૂ.૧.૪૧ લાખ લઈને જતા હોય તે દરમિયાન માલધારી લખેલ ઍક્સેસ મોટર સાયકલ બે અજાણ્યા ઇસમોએ તેમની રૂપિયા ભરેલી સ્કુલ બેગની ચીલઝડપ કરી ભાગી ગયા હતા.

ફરિયાદીની ફરિયાદને અનુસંધાને ટંકારા પોલીસની તપાસ દરમ્યાન પોલીસે આરોપી નં-(૧)દિવ્યેશભાઇ ભગવાનજીભાઇ હણ રહે.નવાગામ રબારીવાસ તા-જી-મોરબી, (ર)સંજયભાઇ નાથાભાઇ પડસારીયા રહે-નવાગામ તા-જી-મોરબી તથા આરોપી (૩)સતીષભાઇ વિઠઠલભાઇ કગથરા રહે.અદેપર ગામ તા-જી-મોરબીવાળાને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી સમગ્ર મુદામાલ રકમ રૂપિયા રૂ.૧,૪૧,૦૦૦/- પુરી રીકવર કરવામાં આવી હતી. ત્યારે નામદાર કોર્ટ ટંકારાના આદેશ બાદ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના હસ્તે રોકડ રકમ પરત સોપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!