ટંકારા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ કોમ્બિંગ અન્વયે છત્તર ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન રાજકોટ તરફથી આવતી મારુતિ સુઝુકીની ઇકો કાર આવતા તેને રોકી તેમાં તલાસી લેતા, કારમાંથી બડવાઇઝર બિયરના સાત નંગ ટીન કિં.રૂ.૧,૭૫૦/- મળી આવતા, તુરંત આરોપી ઇકો કાર ચાલક કિશોરભાઈ મનુભાઈ ઉર્ફે મનોજભાઈ લાંબા ઉવ.૨૪ રહે. વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબી વાળાની અટકાયત કરવામાં આવી છે, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ બિયરનો જથ્થો રાહુલભાઈ નિતેશભાઈ ચાવડા રહે. વાછકપર તા.ટંકારા વાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી ઇકો કાર કિ.રૂ.૩ લાખ સહિત કુલ કિ.રૂ.૩,૦૧,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે