વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા નવ જેટલા જુગરીઓને તાલુકા પોલીસ ટીમ દ્વારા રેઇડ કરી ઝડપી લેવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસની રેઇડ દરમિયાન આરોપી (૧)અમરશીભાઇ વેલાભાઇ સાકરીયા ઉવ.૫૦, (૨)ઉદયભાઇ કિરીટભાઇ પઢારીયા ઉવ.૩૮, (૩)લાખાભાઇ પુંજાભાઇ ધોળકીયા ઉવ.૫૫, (૪)વિનોદભાઇ લાલજીભાઇ ધોળકીયા ઉવ.૩૫, (૫)ભુદરભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉવ.૪૭, (૬)કરશનભાઇ ધરમશીભાઇ ધરજીયા ઉવ.૪૬, (૭)દિનેશભાઇ સુખાભાઇ મુંધવા ઉવ.૩૮, (૮)કાળુભાઇ ઉર્ફે હસમુખભાઇ મગનભાઇ દેવીપુજક ઉવ.૩૮ તથા (૯)વશરામભાઇ વાલજીભાઇ ચૌહાણ ઉવ.૬૧ રહે.બધા મહીકા ગામ તા.વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૪,૭૦૦/-સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે