મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે તથા રવાપર નદી ગામે એમ બે અલગ અલગ સ્થળે બે વ્યક્તિના અકાળે મોત થયા હતા. બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં, શુભાષભાઈ ગુલાબસિંહ ચાહર ઉવ.૪૩ રહે. નાગલા ધુરેલા, તા. ખેરાગઢ, જી. આગ્રા, ઉત્તર પ્રદેશ વાળાને લક્ષ્મીનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં ગેરેજ પાસે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા. મૃતકના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે ઘટના અંગે જાણ કરતાં તાલુકા પોલીસે બી.એન.એસ.એસ. અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં સુનીલભાઈ સબળસિંહ મીણા ઉવ.૧૮ રહે. રવાપર નદી રોડ, કિયા સીરામિક પાસે નવા બનતા સિરામિક કારખાનામાં કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું. મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે