Wednesday, August 27, 2025
HomeGujaratહળવદનાં ચરાડવા ગામે સ્થિત સ્વયંભુ ટિંબલિયા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજની ઉજવણી કરાઈ

હળવદનાં ચરાડવા ગામે સ્થિત સ્વયંભુ ટિંબલિયા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજની ઉજવણી કરાઈ

આજે કેવડા ત્રીજનું વ્રત પરિણીત અને અપરિણીત એમ બંને પ્રકારની મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે, જ્યારે અપરિણીત કન્યાઓ સારો પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્વ છે. એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું. ત્યારે હળવદનાં ચરાડવા ગામે સ્થિત સ્વયંભુ ટિંબલિયા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજની ઉજવણી કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામમાં શ્રી સ્વયંભુ ટિંબલિયા હનુમાનજીના મંદિરે આજે તા.26/08/25 ના રોજ કેડવા ત્રીજની ઉજવણી કરવામાં આવી હતી. આ વ્રત ભાદરવા સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. આ દિવસે સવારે મહિલાઓ વહેલા ઉઠી. નાહી-ધોઈ ઘરકામથી પરવારી મહાદેવના મંદિરે જાય છે. જ્યાં મહાદેવજીનુ ભક્તિભાવ પૂર્વક પૂજન કરીને સર્વ વનસ્પતિ,બિલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરી,વારંવાર કેવડો સૂંઘી શિવજીનુ સ્મરણ કરે છે.

આ વ્રતમાં માતા પાર્વતીજીએ માટીનુ શિવલિંગ બનાવ્યું હતું. જેથી મહાદેવજી પ્રસન્ન થયા અને માતાજીને વરદાન માંગવાનુ કહ્યું ત્યારે પાર્વતી માતાજીએ શિવજી સાથે લગ્ન કરવા માટેનુ વરદાન માગ્યું હતું. આ વ્રતના કારણે મહાદેવજી અને પાર્વતીજીના લગ્ન થયા હતા. ઉલ્લેખનીય છે કે, પાર્વતીજીના પિતાનુ નામ હિમાલય અને માતાનુ નામ મેનાજી હતું જેથી આ વ્રતને હરિતલિકા વ્રત પણ કહે છે. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!