રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા પ્રોહીબીશન-જુગારની અસામાજીક પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ અંતર્ગત વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે વાંકાનેરનાં યક્ષપુરૂષનગર ગામ પાસેથી મહીન્દ્રા કંપનીની ટી.યુ.વી કારમાં ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ આજ રોજ પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, વાંકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ યક્ષપુરૂષનગર ગામ પાસે GJ-03-JC-6751 નંબરની એક મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂનો રૂ.૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂ તથા મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી કારના રૂ.૫,૦૦,૦૦૦/- તથા ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોનના રૂ.૫૦૦૦/- ગણી કુલ રૂ.૬,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે શામજીભાઈ ઉર્ફે વિજય સુખાભાઈ સારલા નામના એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ માલ મોકલનાર દશરથભાઈ રમેશભાઈ કણજરીયા તથા દેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈર્શાદ ઉર્ફે ભુરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.