મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટેત તત્પર રહેતા લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી પોલીસ લાઇન કુમાર તાલુકા શાળા, સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા અને સજનપર પ્રાથમિક શાળાના ૯૩૩ બાળકોને લંચ બોક્ષ-વોટરબેગનું વિતરણ કરવામાં આવ્યું છે.
મોરબી પોલીસલાઇન કુમાર તાલુકા શાળામાં લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેંટ દિનેશભાઇ વિડજા, સેક્રેટરી પિયુષભાઇ સાણજા, ટ્રેજરર કમલેશભાઇ પનારાના સાહયોગથી શાળાના ૨૨૭ બાળકોને બર્થડે સેલિબ્રશન પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટીકા, ધોરણ ૧ થી ૫ ના બાળકોને લંચ બોક્સ તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકોને વોટરબેગ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા. આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટમાં મોરબીની સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાના ૩૪૮ બાળકો તેમજ ટંકરાની સજનપર પ્રાથમિક શાળાના ૩૫૮ બાળકો સાથે કુલ ૯૩૩ બાળકોને રૂ.૮૮,૦૦૦ ના ખર્ચે લંચ બોક્ષ-વોટરબેગ આપ્યા છે. જે બદલ દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.