Wednesday, August 27, 2025
HomeGujaratમોરબીનાં નવલખી રોડની બિસ્માર હાલત : તાત્કાલિક રિપેરિંગ કરવા આમ આદમી પાર્ટીની...

મોરબીનાં નવલખી રોડની બિસ્માર હાલત : તાત્કાલિક રિપેરિંગ કરવા આમ આદમી પાર્ટીની રજૂઆત

મોરબી જીલ્લાનો નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ અતિ જર્જરીત હાલતમાં હોવાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કાર્યપાલક ઇજનેરને આવેદન પાઠવામાં આવ્યું છે. તેમજ આ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માંગ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ નો ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકોની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને ઘણી વાર લોકોને ગંભીર ઈજાઓથી માંડીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માટે માંગણી કરી છે અને જો સમયસર આનું નિરાકરણ ન આવે તો બધા ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવશે એવી માંગણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!